આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ યોજાવા માં આવ્યો જેમાં કોંગ્રેસ ના અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબળ આમ આદમી પાર્ટી માં જોડાયાં હતાં તથા ટંકારા વિધાનસભાનાં કાર્યાલયનું ઓપનીગ કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કાર્યકારી પ્રમુખ કૈલાસ દાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા તથા જીલ્લા, તાલુકા અને નગરપાલિકા ના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતાં. સ્નેહમિલનની સાથે સાથે ટંકારાની જનતા પ્રશ્નો વાંચા આપવા માટે ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા તથા ટંકારા પ્રભારી જસવંતભાઈ કગથરા દ્વારા ટંકારા વિધાનસભાનાં કાર્યાલયનું ઓપનીગ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જેમાં કોંગ્રેસના અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીંબળ તથા ગુજરાત ટ્રક ડ્રાઈવર એસોસિયેશન પ્રમુખના પત્ની હરપ્રીત કોર આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈને બહોળી મહિલાઓ સાથે વિધીવત રીતે ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે ખેસ પહેરી આમ આદમી પાર્ટી માં જોડાયાં. સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવી તથા પ્રદેશ ટીમ દ્વારા આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકા ની ચુંટણી મજબુતાઈથી લડી અને જીતવા માટે કાર્યકરોને હુંકાર કર્યો હતો.















