મોરબી નજીકના નાનીવાવડી ગામે સિમ વિસ્તારમાં આવેલા બે કારખાનાઓની બહાર પાર્ક કરવામાં આવેલ બે બાઈકની ચોરી થયાનું તેમજ ગામના હનુમાન મંદિરની અંદર પણ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે સીમ વિસ્તારમાં આવેલા બે જુદાજુદા કારખાનાઓની બહાર પાર્ક કરવામાં આવેલા બે બાઇકોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. તે ઉપરાંત ગામમાં આવેલા એક હનુમાન મંદિરમાં પણ ચોરી કરવામાં આવી હોવાનું હાલ ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.ભોગ બનનારાઓ દ્વારા આ બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા ચોરીના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.










