મોરબી : ગત તા.9ના રોજ વાંકાનેરના પંચાસર રોડ ઉપર ધર્મનગર સોસાયટીમાં રહેતો સમીર મજીદભાઈ જેસાણી ઉ.વ.21 નામનો યુવાન તેના મિત્ર ચાંદ નૂરમામદ સાડને પાછળ બેસાડી વાંકાનેરથી માટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રાણેકપર ગામના બોર્ડ નજીક એક્સેસ ચાલક સમીરે બેફિકરાઈથી એક્સેસ ચલાવી આગળ જતા કેએ – 33 – બી – 5912 નંબરના ટ્રકના પાછળના ભાગે એક્સેસ મોટર સાયકલ ભટકાડી દેતા માથામાં હેમરેજ થઈ જતા રાજકોટ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં એક્સેસ પાછળ બેઠેલા ચાંદભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.










