Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિવાળી વેકેશનમાં ચાલુ ખાનગી શાળાઓ સામે પગલાં ભરવા તંત્ર હજુ પણ અસમર્થ

દિવાળી વેકેશનમાં ચાલુ ખાનગી શાળાઓ સામે પગલાં ભરવા તંત્ર હજુ પણ અસમર્થ

વહેલી તકે શાળા બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા મોરબી શહેર કોંગ્રેસની માગ

મોરબી : મોરબી શહેરમાં દિવાળીના વેકેશનમાં પણ ઘણી ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું ધ્યાને આવતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ શિક્ષણ મંત્રીને આવી સ્કૂલો સામે પગલાં ભરવા માગ કરી છે.

પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા તારીખ 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં મોરબીની ઘણી ખાનગી સ્કૂલો રાજ્ય સરકારથી ઉપર હોય તેમ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. તેથી શિક્ષણ મંત્રી અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને વિનંતી કે આવી સ્કૂલો બંધ કરાવી પગલાં ભરવામાં આવે. જો આવી સ્કૂલો સામે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અમે વિપક્ષ તરીકે જાહેર કરીશું કે, ભાજપના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવામાં જે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે તે જ સ્કૂલો વેકેશનમાં ચાલુ રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments