માળિયા પોલીસ મથકમાં છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ૨૨ વર્ષથી નાસતો ફરતો હોય જેને આખરે અમદાવાદ જીલ્લામાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે
આગામી લોકસભા ચુંટણીને પગલે મોરબી એસઓજી પીઆઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં આઈપીસી ૪૦૬ અને ૪૨૦ ના ગુનામાં આરોપી પ્રવીણ સુંદરજી કાવર રહે લક્ષ્મીવાસ તા. માળિયા વાળો હાલ અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને અમદાવાદ બાપુનગર આમ્રપાલી સોસાયટી ખાતેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે
જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પેરોલ ફર્લો સ્કવોડ પીએસઆઈ વી એન પરમાર તેમજ પેરોલ ફર્લો સ્કવોડના જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયલ હતી









