Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsપ્રેરણાદાય: નાના ભાઈના અવસાન બાદ મોટાભાઈએ વહુને દિકરી બનાવી સાસરે વળાવી

પ્રેરણાદાય: નાના ભાઈના અવસાન બાદ મોટાભાઈએ વહુને દિકરી બનાવી સાસરે વળાવી

નાના ભાઈ ની વહુ ને સાસરે વળાવી….!!!!

પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોમનાથ ગ્રુપ ઓફ કંપનીઝના પાર્ટનર મેંદરડાના વતની મુકેશભાઈ રમણીકભાઈ ડોબરીયાના નાનાભાઈ પિયુષભાઈનું એક વર્ષ પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જેથી પરિવારનો માળો વેર વિખેર થય ગયો હતો. પરંતુ કુદરતને જે ગમ્યુ તે ખરુ તેમ માની મન મનાવી નાનાભાઇની વિધવા વહુના ભવિષ્યની ચિંતા મુકેશભાઈને થતી હતી. અને અંતે પોતાની દિકરીમાનીને પુનઃ લગ્ન કરવાનું તેમણે મનોમન વિચાર્યુ.

તા.23/11/2024 ના રોજ ભેસાણ તાલુકાનુ પરબ વાવડી ગામના રોહીત દેવરાજભાઈ રામાણી સાથે દિકરી કિંજલના આર્ય સમાજના સંસ્કાર થી પુનઃ લગ્ન કરાવી સમાજમાં એક આગવો દાખલો બેસાડયો છે બંને નવદંપતીને આશીર્વાદ આપી જે રીતે બાપ દીકરીને સાસરે વળાવે તેમ કાળજે પથ્થર મૂકી પોતાના નાના ભાઈની વહુને સાસરે વળાવી હતી. મુકેશભાઈ ડોબરીયા પરીવારના આ સરાહનીય હિંમત ભર્યા અને પ્રેરણાદાયક નિર્ણય બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments