મોરબીના વિસીપાર વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
મળતી માહિત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ.20) નામના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન રાજુભાઈ સોલંકીનું મૃત્યું નિપજ્યું હતું. ત્યારે આ બનાવને લઈ બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.










