એકંદરે હજી સુધી આરોપીએ આચરેલ કુલ-૬ ખુનના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી
વલસાડ : વલસાડ જિલ્લાના મોતીવાડા ગામેં કોલેજીયન યુવતી ઉપર દુષ્કર્મ અને હત્યાના સંવેદનશીલ બનાવનો વલસાડ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે.વલસાડ પોલીસની તપાસમાં આંતર રાજ્ય ગુનાહીત ઇતિહાસ ધરાવતા આરોપીએ આ ગુનો આચર્યો હોવાનું ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગઇ તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ મોતીવાડા ગામ ખાતે રહેતી ૧૯ વર્ષીય આશાસ્પદ કોલેજીયન યુવતીના દુષ્કર્મ અને હત્યાના સંવેદનશીલ બનાવ બાબતે વલસાડ જીલ્લા પોલીસ દ્વારા તા.૨૪/૧૧/૨૦૨૪ ના રોજ આંતર રાજ્ય ગુનાહીત ઇતિહાસ ધરાવતા આરોપી સહલ ઉર્ફે ભોલું કરમવિર ઈશ્વર જાટ ની ધરપકડ કરવામાં આવેલ હતી અને પારડી પો.સ્ટે.ના દુષ્કર્મ વિથ હત્યાના ગુના ઉપરાંત અન્ય ચાર રાજ્યોના લુંટ/રેપ વિથ મર્ડરના ૪ ગુનાઓ મળી કુલ પાંચ લુંટ\રેપ વિથ મર્ડરના ગુનાઓ શોધવામાં સફળતા મળેલ હતી.
આ આરોપીના રીમાન્ડ દરમ્યાન ટેકનિકલ ડેટા આધારે સઘન પુછપરછ કરતાં તેને ગઇ તા.૮/૬/૨૦૨૪ ના રોજ પ્રતાપનગર રેલ્વે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમ્યાન વિકલાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પ દ્રષ્ટી યુવાનને લુંટી લેવાના ઇરાદે પ્રતાપનગર રેલ્વે સ્ટેશન પછી ત્રણેક રેલ્વે સ્ટેશન બાદ યુવાનને વાતચીત દરમ્યાન વિશ્વાસમાં લઇ ટ્રેનમાંથી ઉતારી લઇ રેલ્વે સ્ટેશનથી વડોદરા જતાં મેઇન રોડ તરફ લઇ જઈ થોડે દુર આવેલ એક પેટ્રોલપંપ પછી થોડે દુર આવેલ ખુલ્લા પ્લોટમાં દિવાલ પાસે સદર યુવાનને લઈ ગયેલ. જયાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાકળથી ગળુ દબાવી મોત નિપજાવેલ અને તેની પાસેના રોકડા રૂપિયા તથા મોબાઇલ લુંટી લીધેલ હતો. જે આધારે ખાત્રી કરતાં આ કામે ડભોઇ પો.સ્ટે. અકસ્માત મોત નં. ૨૨/૨૦૨૪ થી બનાવ નોંધાયેલ હતો. જે આધારે આ કામે ડભોઇ પો.સ્ટે. નો સંપર્ક કરી બનાવની વિગતથી તેઓને માહિતગાર કરતા આ કામે મરણ જનારનું નામ ફયાઝ અહમદ મહેબુબ અહમદ શેખ રહે. અક્કલકુવા, નંદુરબાર, મહારાષ્ટ્ર નો હોવાનું જણાય આવેલ જેથી આ કામે મરનારના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતા ડભોઇ પો.સ્ટે. ગુરનં.૧૧૧૯૭૦૧૪૨૪૨૧૬૧/૨૦૨૪, ઇપીકો ૩.૩૦૨, ૩૯૭ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમ આ કામે આરોપીની સઘન પુછપરછ અને ટેકનિકલ એનાલીસીસ આધારે નીચે મુજબનો વધુ એક વણશોધાયેલ લુંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળેલ છે. આમ એકદરે હજી સુધી આરોપીએ આચરેલ કુલ-૬ ખુનના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળેલ છે.











