ગૌ-માતાની ભગવાન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો આ પ્રમાણે છે:
1. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવત ગીતામાં કહે છે કે, હું ગાયોમાં કામધેનુ રૂપ છું.
2. શ્રીરામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણને ગાય દાનમાં આપી હતી.
3. ભગવાન બુદ્ધને ગાયના દૂધની બનેલી ખીરપાનથી જ્ઞાન અને મુક્તિનો માર્ગ સુજ્યો હતો. ભગવાન બુદ્ધ ગાયને મનુષ્યની પરમમિત્ર પણ કહે છે.
4. ભગવાન મહાવીર પ્રમાણે ગૌ-રક્ષા વગર માનવરક્ષા અધૂરી છે.
5. જ્યોતિષશાસ્ત્રમાં ગાયનો મહિમા :
• કેટલાંક નક્ષત્ર પૂજનમાં શાંતિ હેતુ ગૌ પૂજન થાય છે.
• કેટલાંક અશુભ યોગના નિવારણ હેતુ ગૌ પૂજન થાય છે.
• ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે.
• ગાયને રોટલી કે ઘાસ પોતાનાં હાથ વડે તેના મુખમાં આપવાથી પુણ્યબળ વધે છે. તેને સ્પર્શ કરવાથી શુભત્વ વધે છે.
• પાપગ્રહ પીડા નિવારણ અર્થે ગાયને અન્ન આપવાથી અને પૂજા કરવાથી પીડા શાંત થાય છે.
6. વાસ્તુશાત્રમાં ગાયનું મહત્વ :
• ગૌચર જમીન ખૂબ શુકનવાળી ગણાય છે.
• જે જમીન પર ગાય વિશ્રામ કરતી હોય, આરામ કરતી હોય તે જમીન પણ શાંતિવાળી હોય છે.
• જે જમીનમાં શુભ બળ ઓછું જણાતું હોય, ત્યાં ગાયને લઈ જઇ તેની પૂજા કરવાથી અને થોડાં દિવસ ગાયનો વસવાટ કરવામાં આવે તો જમીન શુદ્ધિ પણ થાય છે.
• ગાયના પગલાં જે જમીન પર વધુ પડતાં હોય તે જગ્યા સારી ગણાય છે.








