Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના હડમતીયાની જ્ઞાનદીપ વિદ્યાલયમાં બિઝનેસ બ્લાસ્ટર 2024 કાર્યક્રમ યોજાયો

ટંકારાના હડમતીયાની જ્ઞાનદીપ વિદ્યાલયમાં બિઝનેસ બ્લાસ્ટર 2024 કાર્યક્રમ યોજાયો

ટંકારા : હડમતીયા ગામની જ્ઞાનદીપ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ બિઝનેસથી માહિતગાર થાય તે માટે બિઝનેસ બ્લાસ્ટર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ થકી વિદ્યાર્થીઓ બિઝનેસથી માહિતગાર થયા હતા. જ્ઞાનદીપ વિદ્યાલયમાં વિદ્યાર્થી માટે હરહંમેશ એવા કાર્યક્રમનું આયોજન થાય છે કે જેના થકી વિદ્યાર્થી દરેક ક્ષેત્રમાં આગળ વધે.

જે મુજબ તાજેતરમાં જ્ઞાનદીપ વિદ્યાલયને આંગણે બિઝનેસ બ્લાસ્ટર 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટોલ ગુડ મોર્નિંગથી ગુડનાઈટ સુધીની દરેક વસ્તુઓ વિદ્યાર્થી દ્વારા સેલિંગ થાય, વિદ્યાર્થી કઈ રીતે બિઝનેસ કરી શકે એનો આબેહૂબ નમૂનો આ કાર્યક્રમમાં જોવા મળ્યો. વિદ્યાર્થીઓ દ્વારા જ આ કાર્યક્રમનું સંચાલન તેમજ ડિસ્કાઉન્ટ ભાવે દરેક વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં બિઝનેસમાં જવા માટે આ કાર્યક્રમ દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે તેમજ વાલી દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે ભાવતાલ તેમજ વસ્તુની સાંદ્રતાની ચર્ચા કરવામાં આવી હતી. ખરેખર આ કાર્યક્રમ એક પ્રેરણાદાયી કાર્યક્રમ નિવડયો. આ કાર્યક્રમનું ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય સામાજિક અને રાજકીય ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવા હડમતીયા ગામના પંકજભાઈ રાણસરિયાના હાથે કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના સંચાલક અતુલભાઈ વામજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments