Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ગામે દારૂ અને નોનવેજ વેચાણ કરનાર શખ્સોનો આતંક..!

મોરબીના બેલા ગામે દારૂ અને નોનવેજ વેચાણ કરનાર શખ્સોનો આતંક..!

મોરબીના બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદે વેચાણ થતું હોય, ઉપરાંત આ વેચાણ કરતા શખ્સો ધમકી પણ આપતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

આ મામલે મેહુલ જયેશભાઈ આચાર્યએ વિગતો આપતા જણાવ્યું હતું કે બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદેસર રીતે ધોમ વેચાણ થાય છે. આ વેચાણ કરતા શખ્સોને વેચાણ બંધ કરવા તેઓએ કહ્યું હતું. આ શખ્સોએ એક્સીડેન્ટમાં મારી નાખવાની ધમકી પણ આપી છે. જેથી આ મામલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને ગ્રામજનોએ આવેદન આપ્યું છે. જો તંત્ર દ્વારા આગામી 7 દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ ગેરકાયદે ધમધમતા દારૂ અને નોનવેજના હાટડા ઉપર જનતા રેડ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments