Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા

મોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા

ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા , પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ઉધોગ અગ્રણી જગદીશભાઇ પનારા અને મોરબી ડેઈલી પરીવાર દ્વારા અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી

મોરબી : મોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા છે. માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારાના તાલે સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. આથી ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા , પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ઉધોગ અગ્રણી જગદીશભાઇ પનારાએ અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ડીરેક્ટર પદની ચુંટણીમાં ગુજરાત બેઠકના ડીરેક્ટર પદ માટે મોરબી ખેડૂત અગ્રણી મગનભાઈ વડાવીયાએ ફોર્મ ભર્યું હતું. તા.17થી 20 સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી. જો કે ગુજરાત બેઠક માટે અન્ય કોઈ આગેવાને ફોર્મ જ ન ભરતા મગનભાઈ વડાવીયાનો બિનહરીફ વિજય થયો છે.

કૃભકોના ડિરેક્ટર તરીકે સતત બીજી વખત મગનભાઈ વડાવીયાની વરણી થઈ છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ફટાકડા ફોડી ઢોલ નગરાના તાલે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ સહકારી અગ્રણીઓએ જણાવ્યું હતું કે મગનભાઈ વડાવીયા ખેડૂતોના પ્રશ્ને હંમેશા આગળ રહે છે. સહકારી ક્ષેત્રના પ્રશ્નના સોલ્યુશન માટે તેઓ અગ્રેસર હોય છે. જેથી કૃભકોના ડિરેક્ટર તરીકે નિમણુંક થતા મોરબી સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જેને પગલે માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારાના તાલે સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments