Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગૃતિ પર્વનો શુભારંભ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મતદાતા જાગૃતિ પર્વનો શુભારંભ


મોરબી: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કિરણ ઝવેરીને મતદાતા જાગૃતિ પત્રિકા અને સ્ટીકર અર્પણ કરી જાગરણ પર્વ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જાણકારી અપાઈ. આ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મોરબી જિલ્લા ટીમ દ્વારા એક બેઠક કરવામાં આવી, જેમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તેને લઇ માહિતીસભર પત્રીકા તૈયાર કરવામાં આવી છે.

બુજુર્ગ મતદારો મતદાનથી વંચિત ન રહે એ માટે બીએલઓ મારફત વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, એવી જ રીતે શૈક્ષિક મહાસંઘે મતદાતા જાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલી પત્રિકા ભારત+ રાષ્ટ્ર+ વિધાતા=મતદાતા, હું સશક્ત, સતર્ક,જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ,મારો વોટ મારો અવાજ,રાષ્ટ્રહિતમાં 100% મતદાન જેવા સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત મતદાન કરવા જતી વખતે સાથે રાખવાના દસ્તાવેજો જેવી તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મતદાતા જાગૃતિ માટૅની 4000 જેટલી પત્રિકાઓ અને સ્ટીકરનું વિતરણ મતદારોને હાથોહાથ અર્પણ કરવા માટે મિટિંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ તાલુકાના કાર્યકર્તાઓને પત્રિકા અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments