Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નવનિર્માણમાં અજય લોરીયા દ્વારા સંચાલિત 'સેવા એજ સંપત્તિ...

મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નવનિર્માણમાં અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન’ તરફથી 25 લાખ અપાશે

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નંદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા મિલન પટેલ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.

કર્તવ્ય નંદી ઘરના લાભાર્થે યોજાયેલ આ લોકડાયરામાં સેવાભાવી યુવાન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ તથા પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા 25 લાખ જેટલી માતબર રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આ લોક ડાયરામાં પણ અજય લોરિયાએ કીર્તિદાન ગઢવી તથા રાજભા ગઢવી ઉપર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. બન્ને કલાકારોએ જાહેર સ્ટેજ ઉપરથી 25 લાખની માતબર રકમ તથા શહિદો માટેની અજય લોરીયાની સેવાને બિરદાવી હતી. અજય લોરીયાએ કહ્યું “અબોલ જીવ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી ધન્યતા અનુભવી છે”

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments