Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટાઇલ્સના બે વેપારી મેફેડ્રોન સાથે પકડાયા

ટાઇલ્સના બે વેપારી મેફેડ્રોન સાથે પકડાયા

વાંકાનેરની મેસરીયા ચેક પોસ્ટ નજીક ઇનોવા ચેક કરતા બે શખ્સને દબોચી લેતી એસઓજી

મોરબી : મોરબીના યુવાનો ખતરનાક નશાની લતે ચડયા હોય તેવી સ્થિતિ વચ્ચે અગાઉ રાજસ્થાન બોર્ડર નજીક મોરબીના યુવાનો માદક પદાર્થ સાથે પકડાયા બાદ મોરબી એસઓજી ટીમે વાંકાનેરની મેસરિયા ચેકપોસ્ટ નજીકથી મોરબીના ટાઇલ્સના બે વેપારીને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમીયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન સફેદ કલરની ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 વાળી નિકળતા ગાડી ચેક કરતા આરોપી તરુણભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી તથા વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા 10.76 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન કિંમત રૂપિયા 1,07,600, મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 1 લાખ, રોકડા રૂપીયા 50 હજાર તેમજ ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 કિમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપીયા 12,57,600 સાથે ઝડપી લઈ એન.ડી.પી.એસ. એક્ટની કલમ- 8(સી), 21(બી), 29 મુજબની કાર્યવાહી કરી બન્ને શખ્સને ધોરણસર અટકાયતમાં લઈ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરીયા, એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સટેબલ ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઈ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા,સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઈ જશાભાઇ લાવડીયા સહિતના સ્ટાફે કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments