Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના તક્ષશિલા સંકુલમા બેસ્ટ ખેલૈયા અને બેસ્ટ કોશ્ચ્યુમ સ્પર્ધા યોજાઈ

હળવદના તક્ષશિલા સંકુલમા બેસ્ટ ખેલૈયા અને બેસ્ટ કોશ્ચ્યુમ સ્પર્ધા યોજાઈ

વિજેતા વિદ્યાર્થીઓના નામની સાથે પહેલા તેમના મમ્મીના નામની જાહેરાત કરીને ‘ હુ ને મારી મારી ….. ‘ થીમને તક્ષશિલા સંકુલ દ્વારા માતૃવત્ સ્પર્શ આપ્યો હતો

નવલી નવરાત્રીમાં મા જગદંબાની આરાધના સાથે હળવદના તક્ષશિલા સંકુલમા રાસ ગરબા મહોત્સવ યોજાઈ ગયો. જેમા કેજી થી ધો. ૧૨ અને નર્સિંગ, બી એડ્ કોલેજના ૧૬૩૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસંગને અનુરૂપ ટ્રેડિશનલ લુક આપવા માટે બેસ્ટ કોશ્ચુમ અને બેસ્ટ ખેલૈયા સ્પર્ધા યોજાઈ હતી. જેમા કેજી વિભાગમાં …… . તક્ષશિલા સંકુલ દ્વારા આ વર્ષની કાર્યક્રમને ‘ હુ ને મારી મમ્મી … થીમ આપવામા આવી હતી. આ થીમને અનુસરતા આ વર્ષે વિજેતા વિદ્યાર્થીઓના નામની સાથે પહેલા તેમના મમ્મીના નામની જાહેરાત કરીને ‘ હુ ને મારી મારી ….. ‘ થીમને તક્ષશિલા સંકુલ દ્વારા માતૃવત્ સ્પર્શ આપવામા આવ્યો હતો. બેસ્ટ ખેલૈયામાં પ્રથમ નંબરે ભાવનાબેન કંતિલાલની માહી , નીતાબેન રમેશભાઈ નો પ્રનીલ, બીજા નંબરે ચકુબેન ગણેશભાઈ ની કિંજલ, ભાવનાબેન સનતદાન નો ધ્રુવલ, બેસ્ટ કોસ્ચ્યુંમમાં પ્રથમ નંબરે આશાબેન સંજયભાઈ ની ભવ્યા, જ્યોતિબેન અલ્પેશભાઈ નો તત્વ, બીજા નંબરે ચેતનાબેન પરેશભાઈ ની વેન્સી, આશાબેન અશોકભાઈ નો દર્શન તેમજ જુનિયર કેટેગરીમા બેસ્ટ ખેલૈયામાં પ્રથમ નંબરે ગીતાબેન વિનુભાઈ ની હેતાંશી, જશુબેન ભાવેશભાઈ નો મણવલ, બીજા નંબરે કિરણબેન હસમુખભાઈ ની અવની, ભાનુબેન સુરેશભાઈ નો રુદ્ર, બેસ્ટ કોસ્ચ્યુંમમાં પ્રથમ નંબરે ગાયત્રીબેન ગુણવંતભાઈ ની જેનસી, કૈલશબેન જયેશભાઈ નો વિવેક, બીજા નંબરે નીલાબેન હર્ષદભાઈ ની યશ્વી, સુખિલાબેન કિશોરભાઈ નો નૈતિક રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments