Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaઅણીયારી ટોકનાકા નજીક થોડા દિવસ અગાઉ થયેલ મારામારી મામલે ફરિયાદ નોંધાઈ

અણીયારી ટોકનાકા નજીક થોડા દિવસ અગાઉ થયેલ મારામારી મામલે ફરિયાદ નોંધાઈ

માળીયા મિયાણા તાલુકાના અણીયારી ટોલનાકા નજીક 24 દિવસ પહેલા થયેલી મારામારી મામલે વળતી ફરિયાદ નોંધાઇ છે. જેમાં ત્રણ આરોપીઓએ અર્ટિકા કારમાં આવી ધારીયાના ઘા ઝીકી દીધા હોવાનું જાહેર કરાયું છે.

માળીયા મિયાણા તાલુકાના જૂની ખીરઈ ગામે રહેતા ફરિયાદી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરે આરોપી અબ્દુલ ઉર્ફે કાળો ઉમરભાઈ જેડા, ગુલામહુસેન અલાયાભાઈ જેડા અને આરોપી હૈદર અલાયાભાઈ જેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અણીયારી ટોલનાકા નજીક ગત તા.1 ડિસેમ્બરના રોજ જીજે – 39 – સીબી – 7181 નંબરની અર્ટિકા ગાડીમાં આવેલા ત્રણેય આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખી ધારીયા તેમજ ધોકા વડે હુમલો કરતા ફરિયાદીને તેમજ સાહેદોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments