Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા મિયાણા તાલુકા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો નિમાયા

માળિયા મિયાણા તાલુકા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો નિમાયા

માળિયા (મિયાણા) : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ માળિયા (મિયાણા) તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરી છે.

માળિયા (મિયાણા) તાલુકા ભાજપ અધ્યક્ષ તરીકેની જવાબદારી રાજેશભાઈ હુંબલને સોંપવામાં આવી હતી. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી ભાવિકભાઈ એમ. કાવર, નિલેશભાઈ સી. સંઘાણી, વિજયભાઈ ડી. હુંબલ, કાળીબેન નવઘણભાઈ વકાતર, જયદિપભાઈ પી. ઓડિયા અને હસમુખભાઈ સી. ધુમલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. મહામંત્રી તરીકે મનિષભાઈ એ. કાંજીયા અને ધ્રુવરાજસિંહ ડી. જાડેજા નિયુક્તિ કરાઈ છે. મંત્રી તરીકે જલાભાઈ મુળુભાઈ કાનગઢ, આશાબેન વિપુલભાઈ ડાભી, અરવિંદભાઈ વશરામભાઈ રાઠોડ, હંસાબેન વિનોદભાઈ પરમાર, લીલાબેન દેવદાનભાઈ લોલાડીયા, ઈન્દુબેન ઘનશ્યામભાઈ ગઢિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે કોષાધ્યક્ષ વિપુલભાઈ એ. વિડજાની નિયુક્તિ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments