Monday, April 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર રોડ અને રાજપર ચોકડી નજીક વિદેશી દારૂના દરોડા: 2 ઝડપાયા

મોરબીના લીલાપર રોડ અને રાજપર ચોકડી નજીક વિદેશી દારૂના દરોડા: 2 ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં લીલાપર રોડ અને રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની 5 બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર સ્મશાન રોડ ઉપરથી આરોપી નિલેશ ભરતભાઇ ડાભી રહે.ત્રાજપર, રામકુવા વાળી શેરી, મોરબી વાળાને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 2800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં રાજપર ચોકડી પાસેથી પોલીસે જીજે – 36 – કે – 2491 નંબરના બાઇકમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 700 સાથે નીકળેલા આરોપી સારંગ મનીષભાઈ રાવલ રહે.શનાળા, નીતિનનગર વાળાને ઝડપી લઈ 40 હજારના બાઈક સહિત 40,700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments