મોરબી : ABVP મોરબી દ્વારા “પર્યાવરણ દિવસ” નિમિત્તે “નમામિ દેવી મચ્છુ” કાર્યક્રમમાં “પર્યાવરણ શાંતિ યજ્ઞ” કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મચ્છુ નદીની સાફ સફાઈ કરવામાં આવી હતી.
પર્યાવરણને શુદ્ધ કરનાર સૌથી મજબૂત પરિબળ તથા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર પૂજા યજ્ઞથી કરવામાં આવતી હોય છે. એ જ રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિકાસાર્થ વિદ્યાર્થીના માધ્યમ થકી “એક વિદ્યાલય એક જળાશય“ નામક પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી જેનો ઉદ્દેશ જળાશયને સ્વચ્છ સુંદર હરિત ઉપયોગી અને વૈવિધ્યસભર બનાવાનો છે. જેના થકી ફક્ત માનવજીવન નહીં પણ જળચર જીવનનું પણ સંરક્ષણ થાય અને સર્વે ભવન્તુ સુખિન સુત્ર સાર્થક કરી શકાય. ABVP મોરબી દ્વારા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી પર્યાવરણ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ મચ્છુ નદીની સાફ સફાઈ તેમજ પુષ્કળ માત્રામાં પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું હતું.










