Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ...

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ શરૂ થશે

મોરબી : કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩ આયોજીત કરવામાં આવેલ છે. આયોજક કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી – માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે.

જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ થી પ્રારંભ આ ટુર્નામેંટ ૩ માસ થી વધુ સમય ચાલશે જેમાં ૫૦૦ થી વધુ ટીમો ભાગ લઇ રહેલ છે. ઓપન કચ્છ ડે - નાઇટ સાંસદ ક્રિકેટ મહિલા ટુર્નામેન્ટ સીઝન - ૩ નું આયોજન તારીખ ૦૭/૦૬/૨૦૨૫ શનિવાર ના સાંજે ૦૬:૦૦ કલાકે જયુબિલી ગ્રાઉન્ડ ભુજ ખાતે કરવામાં આવશે જેમાં ૧૬ થી વધુ ટીમો ભાગ લેશે.

ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકો ને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટે જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments