Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સંપન્ન

મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સંપન્ન

મોરબી : 6 જુલાઈ ને રવિવારના રોજ લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ- મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ (સ્પીડ ટેલિકોમ,મોરબીવાળા)ના પિતા સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પંકજભાઈ ચૌહાણ દ્વારા સમસ્ત મોચી સમાજ મોરબીના ધોરણ 1 થી 12 ના 60% ઉપરના ટકા મેળવેલ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 6 નંગ ફુલસ્કેપ નોટબુક અને બોલપેન તથા LKG અને UKG ના બાળકોને સ્કૂલ બેગ તથા ધોરણ 10 અને 12 ના 80% થી ઉપર મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં આવેલી શ્રી સિદ્ધિ વિનાયક વાડી ખાતે યોજાયો હતો. જેમાં શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટના બધા ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો અને મોચી સમાજના લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો. તે બદલ પ્રમુખ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments