ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ દાદાવાડી હોટલ સામે સ્થિત પરમાર્થ ધામ ગ્રુપ દ્વારા સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. માનવ સેવા અને સમાજ કલ્યાણના હેતુસર આગામી તા. 05/04/2026, રવિવારના રોજ સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી પરમાર્થ ધામ મુકામે વિશાળ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેડિકલ કેમ્પમાં મોરબીના અનુભવી સ્પેશ્યાલીસ્ટ અને સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો પોતાની નિઃશુલ્ક સેવા આપશે. કેમ્પ દરમિયાન ડો. મહેન્દ્ર ફેફર (હાડકાના રોગોના નિષ્ણાત), ડો. મોનિકા પટેલ (જનરલ ફિઝિશિયન), ડો. અંકિતા કાંજિયા ટીલવા (સ્ત્રી રોગ નિષ્ણાત), ડો. માધવ સંતોકી (સર્જિકલ નિષ્ણાત), ડો. અલ્પેશ ડી. ફેફર (કાન, નાક, ગળાના સર્જન) અને ડો. ભાવેશ શેરસીયા (ચામડીના રોગોના નિષ્ણાત) દ્વારા દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
મેડિકલ કેમ્પ ઉપરાંત પરમાર્થ ધામ સેવા, ટંકારા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ સાધનોની ફ્રી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં હોસ્પિટલ બેડ, વ્હીલચેર, કમોડ ચેર, વોકર જેવા સાધનો વિનામૂલ્યે ઉપયોગ માટે આપવામાં આવે છે, જે જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
આ સાથે જ રાજકોટ-મોરબી હાઈવે પરથી પસાર થતા પદયાત્રાળુઓ માટે પરમાર્થ ધામ ખાતે આરામદાયક વિસામાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે સેવા ભાવનાનો ઉત્તમ ઉદાહરણ છે. આ તમામ સેવાઓનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આયોજક પરમાર્થ ધામ ગ્રુપના મોબાઈલ નંબર 7567542805 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.












