Friday, April 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-રાજકોટ હાઈવે ક્રેટા ચાલકે બાઈકને ઠોકરે લેતા બે યુવાનોને ઈજા

મોરબી-રાજકોટ હાઈવે ક્રેટા ચાલકે બાઈકને ઠોકરે લેતા બે યુવાનોને ઈજા

મોરબી-રાજકોટ હાઈવે પર મેડિકલ કોલેજ સામે એક સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી ક્રેટા ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો.

બનાવની વિગત મુજબ, નાની વાવડી ગામે રહેતા રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (ઉ.વ. ૩૧) તેમના મિત્ર મયુરભાઈ સાથે મોટરસાયકલ નં- GJ-36-AN-4548 પર મોરબી રાજકોટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. મેડિકલ કોલેજ સામે પાછળથી પૂરઝડપે આવેલી સફેદ ક્રેટા કારના ચાલકે બાઈકને ઠોકરે લીધું હતું. આ અકસ્માતમાં ફરિયાદીને જમણા પગે ફેક્ચર તથા માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે મયુરભાઈને હાથની આંગળીમાં ફેક્ચર થયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments