મોરબી : તા. 23 એપ્રિલ 2026ના રોજ નીલકંઠ વિદ્યાલય તેમજ આર્યતેજ કોલેજ, મોરબી દ્વારા “સ્પર્શ” શીર્ષક હેઠળ પ્રેરણાદાયી અને માર્ગદર્શનસભર કાર્યક્રમનું ભવ્ય આયોજન રાધે પાર્ટી પ્લોટ, લીલાપર રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા પ્રેરણાત્મક વક્તા મનીષ વઘાસિયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉર્જાસભર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંકલ્પશક્તિ જાગૃત કરીને સફળતાની દિશામાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. મનીષ વઘાસિયાએ પોતાના અનુભવો, વિચારો અને પ્રેરક સંદેશો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વર્ષ 2025 દરમિયાન A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો તથા શુભેચ્છા સાથે તેમની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ સન્માન સમારંભથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ ઉત્તમ પ્રદર્શન માટે નવી ઉર્જા અને પ્રેરણા જોવા મળી હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.અને મનીષ વઘાસિયાની પ્રેરણા દાયી,લાગણીસભર ભાવવાહી વાણીથી ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પોતાના મનનો બોજ હળવો કર્યો હતો,વિદ્યાર્થીઓએ જીવનમાં કરેલી ભૂલોનો જાહેરમાં સ્વકારી હતી અને હવે પછી એવી ભૂલો નહી એની ખાત્રી આપી હતી, ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ વ્યશનને તિલાંજલિ આપી હતી,ઘણા વિદ્યાર્થીઓએ સ્ક્રીન ટાઈમ ઘટાડવાના વચનો આપ્યા હતા,દિકરીઓએ પોતાના માતા-પિતાનો વિશ્વાસ ક્યારેય નહી તોડે એવી ખાતરી આપી હતી આ પ્રસંગે બાળકો પોતાના માતા પિતાને ભેટીને એમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો,આમ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી ગણાવ્યો હતો.
અંતે આયોજક સંસ્થાઓ દ્વારા તમામ મહેમાનો, સહયોગીઓ અને ઉપસ્થિતજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









