Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઝીંઝુડામાં સીમા જાગરણ મંચનું સંમેલન, રાષ્ટ્ર સુરક્ષા માટે જનજાગૃતિનો સંદેશ

ઝીંઝુડામાં સીમા જાગરણ મંચનું સંમેલન, રાષ્ટ્ર સુરક્ષા માટે જનજાગૃતિનો સંદેશ

મોરબી જિલ્લામાં સીમા સુરક્ષા, રાષ્ટ્રીય ચેતના અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે કાર્યરત સીમા જાગરણ મંચ દ્વારા આગામી તા. 03 મે 2026, રવિવારના રોજ ઝીંઝુડા ખાતે “સીમા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે શ્રી કાનસ્વામી બાપુની જગ્યા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદોની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવાનો છે. સાથે સાથે સંગઠન શક્તિ મજબૂત બનાવી સીમાવર્તી ગામોને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો સંદેશ પણ આપવામાં આવશે. સીમા જાગરણ મંચ-મોરબી જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો, યુવાનો અને સમાજના આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્વે ઉપસ્થિત મહેમાનો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments