Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબેલા તમિલનાડુના બે ભાઈઓના મોત

હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબેલા તમિલનાડુના બે ભાઈઓના મોત

હળવદની મોરબી ચોકડી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા તમિલનાડુના બે સગા ભાઈઓની કરુણ ઘટનામાં આજે 15 વર્ષના મોટા ભાઈ સુભાષ શિવકુમારનો મૃતદેહ પણ મળી આવ્યો છે. અગાઉ 13 વર્ષના નાના ભાઈ સિતેશ શિવકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. એકસાથે પોતાના બંને પુત્રો ગુમાવતા પિતા પર આભ તૂટી પડ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તમિલનાડુના વતની અને વ્યવસાયે ટ્રક ચાલક શિવકુમાર પોતાના 13 અને 15 વર્ષના બે બાળકો સાથે કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરીને હળવદ આવ્યા હતા. હળવદમાં ટ્રક ખાલી કર્યા બાદ પિતા અને બંને પુત્રો મોરબીથી ટાઇલ્સ ભરવા માટે ખાલી ટ્રક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન મોરબી ચોકડી નજીક કેનાલમાં પાણી જોઈને બંને બાળકો નાહવા પડ્યા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની ભારે જહેમત બાદ ગઈકાલે નાના ભાઈ સિતેશનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે 15 વર્ષના મોટા દીકરા સુભાષની શોધખોળ સ્થાનિક તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહી હતી. આજે સઘન શોધખોળના અંતે કેનાલમાંથી સુભાષનો પણ મૃતદેહ મળી આવતા ઘટનાનો કરુણ અંજામ આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments