Saturday, May 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માર્કેટિંગ યાર્ડમાં જીરું રૂ.3864 અને લીંબુ રૂ.3200 સુધી, બજાર ભાવ જાહેર

મોરબી માર્કેટિંગ યાર્ડમાં જીરું રૂ.3864 અને લીંબુ રૂ.3200 સુધી, બજાર ભાવ જાહેર

મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તા. 2 મે 2026, શનિવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ માનાતા આ ભાવ મુજબ વિવિધ કૃષિ પેદાશોમાં સારો વળાંક જોવા મળ્યો છે. જણસીઓમાં જીરું પ્રતિ 20 કિલોએ રૂ.3864 સુધી પહોંચીને સૌથી ઊંચો ભાવ નોંધાવ્યો હતો, જ્યારે તલ રૂ.1930 અને કપાસ રૂ.1811 સુધી વેચાયા હતા. મગ રૂ.1470, તુવેર રૂ.1301થી 1327, ચણા રૂ.1056 તેમજ રાયડો રૂ.1193 સુધીના ભાવ નોંધાયા હતા. અન્ય પેદાશોમાં જુવાર રૂ.599 અને ઘઉં રૂ.517 સુધી વેચાયા હતા.

શાકભાજી વિભાગમાં લીંબુએ સર્વોચ્ચ રૂ.3200 પ્રતિ 20 કિલોનો ભાવ નોંધાવ્યો હતો. લીલા મરચાં રૂ.760, કારેલા અને ટમેટા રૂ.600, ગુવાર રૂ.500 તેમજ ભીંડો રૂ.460 સુધી વેચાયા હતા. રીંગણા રૂ.340, કાકડી રૂ.300, કોબીજ અને દૂધી રૂ.200 તથા સુકડી ડુંગળી રૂ.260 સુધીના ભાવ રહ્યા હતા. બજારમાં આ ભાવોને ધ્યાનમાં લેતા ખેડૂતોને તેમના પાક માટે સંતોષજનક ભાવ મળતા હોવાની સ્થિતિ જણાઈ રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments