Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના રાયસંગપરમાં પ્રેમ પ્રકરણ બાબતે એક પરિવારના પાંચ સભ્યો પર હુમલો

હળવદના રાયસંગપરમાં પ્રેમ પ્રકરણ બાબતે એક પરિવારના પાંચ સભ્યો પર હુમલો

હળવદના રાયસંગપર ગામે પ્રેમ પ્રકરણની જૂની અદાવત રાખીને એક જ પરિવારના પાંચ સભ્યો પર લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહિલા સહિત બે વ્યક્તિઓને ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. હળવદ પોલીસે આ મામલે એક જ પરિવારના સાત સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાયસંગપર ગામે રહેતા શોભનાબેન મુકેશભાઈ ઉચાણાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ આરોપી ઘનશ્યામભાઈના સાળાની દીકરીને ભગાડી ગયા હતા, જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રે ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઇ ડાભી, જસવંતભાઈ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઇ ડાભી, જયશ્રીબેન જસવંતભાઇ ડાભી, કડવીબેન વિઠ્ઠલભાઇ ડાભી, જોશનાબેન ઘનશ્યામભાઇ ડાભી, વિનોદભાઈ વિઠ્ઠલભાઇ ડાભી અને વિઠ્ઠલભાઈ ડાભી નામના સાત શખ્સોએ ફરિયાદીનાં ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના માતા-પિતા, ભાઈ અને ભત્રીજીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં તેમના માતાને પગમાં અને ભાઈને નાકના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે પિતા અને ભત્રીજીને પણ મૂઢ માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments