Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-હળવદ રોડ પરથી ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. ૫.૬૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી-હળવદ રોડ પરથી ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. ૫.૬૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી એલસીબીની ટીમે બાતમીના આધારે આંદરણા ગામ પાસે આવેલી હોટલ નજીક દરોડો પાડી, એક ટ્રક ટ્રેલરના ગુપ્ત ચોરખાનામાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૨૦.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ત્રણ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગતો મુજબ, મોરબી-હળવદ હાઇવે પર આંદરણા ગામ પાસે ભેરૂનાથ હોટલ નજીક એક શંકાસ્પદ ટ્રક ટ્રેલર નંબર GJ39TA-2090 ને અટકાવી તલાસી લેતા ટ્રકની ચેસીસમાં ખાસ પ્રકારનું ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની કુલ ૪૬૦૮ નાની બોટલો અને બિયરના ૯૬ ટીન છુપાવેલા હતા. પોલીસે ૫,૬૭,૦૭૨ રૂપિયાની કિંમતનો દારૂ-બિયર, ૧૫ લાખની કિંમતનું ટ્રક ટ્રેલર અને બે મોબાઈલ ફોન મળી કુલ ૨૦,૮૭,૦૭૨ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ચાલક ધનારામ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન) ની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનના દમારામ જાંટે ભરી આપ્યો હતો અને દુદારામ ચૌધરીના કહેવાથી અન્ય કોઈ શખ્સને પહોંચાડવાનો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments