Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadધોરણ-12 કોમર્સ, સાયન્સ અને ગુજકેટના પરિણામમાં મહર્ષિ ગુરૂકુલનો ડંકો

ધોરણ-12 કોમર્સ, સાયન્સ અને ગુજકેટના પરિણામમાં મહર્ષિ ગુરૂકુલનો ડંકો

ગુજરાત બોર્ડ દ્રારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં મોરબી જીલ્લો અને હળવદ તાલુકો દર વર્ષની જેમ આ વરસે પણ અગ્રેસર રહયા. ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પ્રખ્યાત મહર્ષિ ગુરૂકુલનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ શ્રેષ્ઠ આવ્યું છે જેમા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જીલ્લાના કુલ 27 – A1 ગ્રેડમાંથી 12 – A1 ગ્રેડ તો મહર્ષિ ગુરૂકુલના જ છે, સાથે સાથે 73 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, તેમજ ગુજકેટની પરિક્ષામાં પણ 40 જેટલા વિદ્યાર્થીઓએ 100 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરીને મહર્ષિ ગુરૂકુલના ગૌરવમાં યશકલગી ઉમેરી છે.

સામાન્ય પ્રવાહમાં પણ સતત… સતત… અવિરામ પરિણામ પ્રાપ્ત કરી મહર્ષિ ગુરૂકુલના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 23 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને હળવદ તાલુકામાં પ્રથમ સ્થાન જાળવી રાખનાર સંસ્થા બની.

સારૂ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી રજનીભાઈ સંઘાણીએ ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવી ફરી એકવાર મહર્ષિ ગુરૂકુલ અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી…

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments