Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવલખી રોડ પર યમુના નગર પાસેની ખુલ્લી કેનાલમાં રીક્ષા ખાબકી

મોરબીના નવલખી રોડ પર યમુના નગર પાસેની ખુલ્લી કેનાલમાં રીક્ષા ખાબકી

મોરબી : મોરબી શહેરના નવલખી રોડ પર આવેલા યમુના નગર વિસ્તારમાં કેદારીયા હનુમાનજી મંદિર વાળા રોડ પર પસાર થતી નાની કેનાલમાં એક રીક્ષા ખાબકતા અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતી આ ખુલ્લી કેનાલ વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમી સાબિત થઈ રહી છે.

સ્થાનિકો દ્વારા જણાવ્યા અનુસાર, આ કેનાલ ખુલ્લી હોવાની સાથે તેમાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા પણ જમા થઈ ગયા છે. ગંદકી અને સુરક્ષાના અભાવે અહીં અવારનવાર અકસ્માતો સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ ખુલ્લી કેનાલ અને કચરાના યોગ્ય નિકાલ અંગે તંત્ર જરૂરી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments