જિલ્લાનું 89.13 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 1139 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું, મોરબી ફરી એકવાર એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાએ 89.13 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અગાઉ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ મોરબીએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ઐતિહાસિક અને સોનેરી સિદ્ધિ બદલ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ ખુશી વ્યક્ત કરી શૈક્ષણિક જગતને અભિનંદન પાઠવ્યા છે.
મોરબી જિલ્લાના પરિણામની આંકડાકીય માહિતી
રાજ્યનું કુલ પરિણામ: 83.86 ટકા
મોરબી જિલ્લાનું કુલ પરિણામ: 89.13 ટકા (રાજ્યમાં ત્રીજો ક્રમ)
કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ: 12300
પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓ: 12166
પાસ થયેલા વિદ્યાર્થીઓ: 10943
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ: 1139 (ગત વર્ષે 816 વિદ્યાર્થીઓ હતા)
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ: 43 (ગત વર્ષે 33 શાળાઓ હતી)
0 ટકા પરિણામ ધરાવતી શાળા: 0 (ગત વર્ષે પણ 0 હતી)
30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ: 2 (ગત વર્ષે પણ 2 શાળાઓ હતી)
શિક્ષણાધિકારી કમલેશ મોતાનો સંદેશ
જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ જણાવ્યું હતું કે, મોરબી ફરી એકવાર એજ્યુકેશન હબ તરીકે ઉભરી રહ્યું છે. આ સોનેરી સિદ્ધિ માટે દિવસ-રાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ, તેમને પ્રેરણા આપનાર વાલીઓ, અઘરા વિષયવસ્તુને સરળતાથી સમજાવનાર વિષય શિક્ષકો, આચાર્યો, સંચાલકો, ટ્રસ્ટીઓ અને સમગ્ર શૈક્ષણિક જગત તેમજ તેમની કચેરીના સ્ટાફને તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો.









