મોરબી : મોરબીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા નિર્મલ સ્કૂલમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની ગ્રેસીબેન મનીષભાઈસાંણજા (પાટીદાર મેડીકલ,મોરબી)એ પદ્ધતિસરનું સ્કૂલમાં શિક્ષણ મેળવી આખું વર્ષ તેનું નિયમિત રિવિઝન કરીને પરીક્ષા સમયે કઠોર મહેનત કરીને ધો.10ની બોર્ડની કારકિર્દીના મહત્વની પરીક્ષામાં 99.77 પીઆર સાથે એ વન ગ્રેડ મેળવી પરિવાર અને સ્કૂલનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીનીએ પોતાની આ જ્વલંત સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય માબાપ અને ગુરુજનોને આપ્યો છે. આ તેજસ્વી વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, કારકિર્દીની કોઈપણ પરીક્ષાને જીવન સાથે ન મૂલવો. સતત મહેનત કરી હોય છતાં ધાર્યું પરિણામ ન આવે તો જરાય હતાશ ન થાવ, કારણ કે કારકિર્દીના સતત નિષ્ફળતા બાદ પણ સતત પ્રયાસો કરી આખરે સફળ થઈને સમાજ અને દેશમાં વિવિધ ક્ષેત્રોમાં સારું મોભાદાર સ્થાન મેળવતા હોય એવા ઘણી હસ્તીઓ આપણી સામે છે. એટલે નિષ્ફળતા સામે હારી જવાને બદલે જ્યાં સુધી સફળ ન થાવ ત્યાં સુધી વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંત મુજબ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો.









