એસ.એસ.સી બોર્ડ પરીક્ષામાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મેળવી શાળા, પરિવાર અને હળવદનું ગૌરવ વધાર્યું છે.
મોરબી જિલ્લાના શૈક્ષણિક નગરી તરીકે ઓળખાતા હળવદમાં સરા રોડ સ્થિત ઉદ્દગમ શૈક્ષણિક સંકુલે ફરી એકવાર ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના વિદ્યાર્થી ચંદ્રેશ ઈશ્વરભાઈએ એસ.એસ.સી બોર્ડ પરીક્ષામાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી શાળા, પરિવાર અને હળવદનું ગૌરવ વધાર્યું છે.
ઉત્તમ માર્ગદર્શન, મેનેજમેન્ટ ટીમના સહકાર અને વિદ્યાર્થીની અથાક મહેનતના પરિણામે આ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ હોવાનું સંસ્થાના સંચાલકો દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે સંકુલમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
શાળામાં કુલ 104 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે, જેના કારણે 100% પરિણામ નોંધાયું છે. તેમાં 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રતિબિંબ છે.
ઉત્તમ પરિણામને લઈ સંસ્થાના એમ.ડી. ગીરીશભાઈ લકુમ, પ્રવીણભાઈ કણઝરીયા, સી.એમ. કણઝરીયા, નંદલાલભાઈ ઝામકિયા અને કિરણભાઈ પટેલે તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઉદ્દગમ શૈક્ષણિક સંકુલના આ સફળતાએ ફરી એકવાર હળવદને શૈક્ષણિક નકશામાં ઉજ્જવળ સ્થાન અપાવ્યું છે.
મયુર રાવલ હળવદ









