Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૪

કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪

તારીખ ૦૫/૦૫/૨૦૨૬ ના ત્રીજા દિવસ ની મેચ

કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – 4 આયોજીત કરવામાં આવેલ છે. જેના સૌજન્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી – માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા.03/05/2026 નાં સાંજે 06:00 કલાક થી પ્રારંભ થતી આ ક્રિકેટ મેચમાં 400 થી વધુ ટીમો ભાગ લઈ રહી છે.

 

             આ કાર્યક્રમ માં દરરોજ નામી અનામી કચ્છ જીલ્લાના જન પ્રતિનિધિઓ – અધિકારીશ્રીઓ – પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓ ને પ્રોત્સાહન સાથે  ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકો ને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા જણાવ્યું હતું.

 

આ સાથે તારીખ 05/05/2026 ના ત્રીજા દિવસ ની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “માં ભવાની ઇલેવન માધાપર” અને માં “શક્તિ  ઇલેવન કુકમા” વચ્ચે રમાઇ જેમાં “માં ભવાની ઇલેવન માધાપર” ની જીત થઇ હતી. બીજી મેચ “ઓમ કચ્છ વાલ્મીકી ઇલેવન” અને “RR માધાપર ઇલેવન” વચ્ચે રમાઇ જેમાં “ઓમ કચ્છ વાલ્મીકી ટીમ” વિજેતા થઇ હતી. ત્રીજી મેચ “વોરિયર ઇલેવન” અને “આયર્ન ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી. જેમાં “આયર્ન ઇલેવન ભુજ” વિજેતા થઇ હતી. ચોથી મેચ “ગોઇન્ગ ઇલેવન માનકુવા” અને “બાઝ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “બાઝ  ઇલેવન” ની જીત થઇ હતી. પાંચમી મેચ “રોયલ B ઇલેવન” અને “રોયલ ફુટવેર ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “રોયલ B  ઇલેવન” વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ “AG ઇલેવન ભુજ” અને “TATA XI ભુજ” વચ્ચે રમાઇ જેમાં “AG ઇલેવન ભુજ” વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.

 

આ ઉપરાંત તારીખ 05/05/2026 ના ભુજ તાલુકાના મિરજાપર ગામે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસની મેચ જય માતાજી 11  માધાપર અને ફ્રેન્ડસ 11 લોડાઈ વચ્ચે રમાઇ જેમાં જય માતાજી 11  માધાપર ની જીત થઇ હતી. બીજી ત્રીજી મેચ ધરતી 11 ધમડકા અને મારું 11  ગાંધીધામ વચ્ચે રમાઈ જેમાં મારું 11  ગાંધીધામ ની જીત થઇ હતી. ત્રીજી  મેચ એ.જે 11  વર્ધમાન નગર અને ઉમિયા 11  મંજલ વચ્ચે રમાઈ જેમાં ઉમિયા 11 મંજલ ની જીત થઇ હતી. ચોથી મેચ કંડલા 11  અને એવેન્જર્સ વચ્ચે રમાઈ હતી જેમાં કંડલા -11  ની જીત થઇ હતી. પાંચમી મેચ અર્તન 11  અને વોરિયર 11  વચ્ચે રમાઈ જેમાં અર્તન 11  ની જીત થઇ હતી. છઠ્ઠી  મેચ સ્વસ્તિક ઇન્ફોટેક 11  અને નાઈટ રાઇડર્સ ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં સ્વસ્તિક ઇન્ફોટેક 11  ની જીત થઇ હતીઅને સાતમી મેચ રાઈઝિંગ સ્ટાર્સ અને ખોડીયાર 11  ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં રાઈઝિંગ સ્ટાર્સ ની જીત થઇ હતી. આ મેચના શુભારંભ પ્રસંગે શ્રી નરેશ મહેશ્વરી, શ્રી હિતેશ ગોસ્વમી , શ્રી મોહન ચાવડા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

 

આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments