સમાજહિતના મુદ્દાઓ પર ચર્ચા સાથે અન્યાય સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત
હળવદ તાલુકાના દેવળીયા ગામે આજ રોજ શ્રી રાજપુત કરણીસેના ની કાર્યકારી બેઠક પ્રમુખશ્રી ઝાલા વિરપાલસિંહ ઢવાણા ના વરદહસ્તે યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજહિત અને સામાજિક ચિંતન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સંગઠન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે તાલુકામાં જ્યાં ક્યાં સમાજ કે અન્ય સમાજ પર અન્યાય થશે ત્યાં શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમ સદૈવ તૈયાર રહેશે અને પીડિતોના પડખે ઉભી રહેશે.
આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય હોદ્દેદાર વિજયસિંહ તથા રાણાજી ભલગામડા, હળવદ ટીમ પ્રભારી જીગ્નેશસિંહ સાપકડા, મોરબી તાલુકા પ્રમુખ રવિરાજ સાપર સહિત મોરબી જિલ્લા સંગઠનના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ તાલુકા સ્તરના હોદેદારો કિરીટસિંહ દિઘડીયા, માર્ગદર્શક વિશ્વરાજસિંહ ધનાળ, કિર્તીરાજસિંહ ચરાડવા, રાજદીપસિંહ માલણીયાદ, મહિપાલસિંહ ઈગોરાળા, અજયસિંહ ખોડ, ધર્મેન્દ્રસિંહ ટપર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેવળીયા ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી રાજપુત કરણીસેના ના હોદેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ ગંભીરસિંહ દેવળીયા, હરદેવસિંહ તેમજ સ્થાનિક હોદેદારો અને ક્ષત્રિય સમાજના સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ સારા આયોજન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
મયુર રાવલ હળવદ












