Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉંચી માંડલ ગામે LCBનો દરોડો: ૩૨ હજારનો દેશી દારૂ ઝડપાયો, આરોપી...

મોરબીના ઉંચી માંડલ ગામે LCBનો દરોડો: ૩૨ હજારનો દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં એલ.સી.બી. ટીમે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાડી વિસ્તારમાં વેચાણ માટે સંતાડેલ દારૂ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગતો મુજબ, એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે ઉંચી માંડલ ગામની સીમમાં વિનુભાઈ ભરવાડની વાડી પાસે આવેલી વીડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસને પ્લાસ્ટિકના ૫ બાચકા મળી આવ્યા હતા, જેમાં ૨૦૦ મિલીની કુલ ૮૦૦ કોથળીઓમાં ભરેલો ૧૬૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આશરે ૩૨,૦૦૦ રૂપિયાની કિંમતનો આ દારૂ વેચાણના હેતુથી ત્યાં રાખવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી વાલજી સામજીભાઈ જંજવાડીયા હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments