મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતધારકો માટે ખાસ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિલકતધારકો જો પોતાનો ચાલુ વર્ષનો ટેક્સ વહેલી તકે ભરપાઈ કરે તો તેમને આકર્ષક વળતર આપવામાં આવશે.
ઓનલાઇન અને ઓફલાઇન પેમેન્ટ પર વળતરનો લાભ
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, ટેક્સ ભરવાની પદ્ધતિના આધારે અલગ-અલગ રિબેટ નક્કી કરવામાં આવ્યું છે:
- મિલકતધારકો જો મહાનગરપાલિકાની ઓફિસે રૂબરૂ આવીને ટેક્સ ભરે તો તેમને 10% રિબેટ મળશે.
- જો મિલકતધારકો વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓનલાઇન ટેક્સ ભરે તો તેમને કુલ 12% (વધારાના 2% સહિત) રિબેટનો લાભ મળશે.
ટેક્સ સ્વીકારવા માટેના સ્થળ અને સમય
નાગરિકો પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો (EC) નીચે મુજબના સ્થળોએ ભરી શકશે:
- મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી ટેક્સ સ્વીકારવામાં આવશે.
- આ ઉપરાંત શહેરના કુલ 11 વોર્ડ ઓફિસો ખાતે પણ ટેક્સ સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે.
ઓનલાઇન ટેક્સ ભરવાની પ્રક્રિયા
- નાગરિકો mmcgujarat.in/ વેબસાઇટ પરથી ટેક્સ ભરી શકે છે.
- મોબાઈલ વપરાશકર્તાઓ Play Store પર જઈ ‘Morbi Municipal Corporation’ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિલકત નંબર નાખીને પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો સરળતાથી ભરી શકાશે.
મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ મિલકતધારકોને આ રિબેટ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.








