Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમુક્તેશ્વર મહાદેવ મંદિરે વોર્ડ નં. 11ના ચારેય કોર્પોરેટરોનું ભવ્ય સન્માન

મુક્તેશ્વર મહાદેવ મંદિરે વોર્ડ નં. 11ના ચારેય કોર્પોરેટરોનું ભવ્ય સન્માન

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલ લોટસ 158 સોસાયટી અને મારુતિ સુંદરકાંડના સભ્યો દ્વારા તાજેતરમાં વિજેતા થયેલા ચારેય કોર્પોરેટરોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. રવાપર-ધુનડા રોડ પર એસપી રોડના છેડે આવેલ મુક્તેશ્વર મહાદેવજી મંદિરે યોજાયેલ સુંદરકાંડના કાર્યક્રમમાં આ સન્માન સમારોહ યોજાયો હતો.

લોટસ 158 સોસાયટીના મારુતિ સુંદરકાંડ પરિવાર અને સુંદરકાંડના ભગત પ્રભુબાપા દ્વારા મુક્તેશ્વર મહાદેવજી મંદિરે સુંદરકાંડના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ગોપાલભાઈ, નિલેશભાઈ, રવિભાઈ અને ચુનીલાલ પરમારે ખાસ હાજરી આપી હતી. ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ સોસાયટીના તમામ સભ્યો અને પ્રભુબાપા દ્વારા આ ચારેય કોર્પોરેટરોને હારતોરા પહેરાવીને તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત તમામ લોકો અને ભગત પ્રભુબાપાએ ચારેય કોર્પોરેટરો મોરબી શહેરનો વધુને વધુ વિકાસ કરે તેવા શુભાશીષ પાઠવ્યા હતા. લોકોના આ પ્રેમ અને આશીર્વાદના પ્રતિભાવમાં કોર્પોરેટર ગોપાલભાઈ, નિલેશભાઈ, રવિભાઈ અને ચુનીલાલ પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખાતરી આપતા વચન આપ્યું હતું કે તેઓ મોરબીનો વિકાસ કરવામાં ક્યારેય પાછીપાની નહીં કરે અને હંમેશા લોકોની સેવામાં કાર્યરત રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments