Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi43 ડિગ્રીની ગરમીમાં નાના વેપારીઓને મળ્યો છાંયડો : વોર્ડ નં. 9માં કોર્પોરેટર...

43 ડિગ્રીની ગરમીમાં નાના વેપારીઓને મળ્યો છાંયડો : વોર્ડ નં. 9માં કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયાની અનોખી સેવા

મોરબી: કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયા દ્વારા ધોમધખતા તાપમાં રસ્તા પર ઉભા રહીને શાકભાજી અને ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભગવતીબેને આ તકે જણાવ્યું હતું કે, “મોરબીમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં આપણા નાના વેપારી ભાઈ-બહેનો રસ્તા પર ઉભા રહીને મહેનત કરે છે. આ નાની છત્રી તેમને ગરમી સામે રક્ષણ આપશે અને આ કાર્ય દ્વારા અમને તેમની સેવા કરવાનો લ્હાવો મળ્યો છે.” આ સેવાથી અભિભૂત થયેલા લાભાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, પહેલીવાર કોઈએ અમારી આ પ્રકારે ચિંતા કરી છે. છાંયડો મળવાથી હવે ધંધો કરવામાં સરળતા રહેશે અને થાક પણ ઓછો લાગશે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments