Tuesday, May 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 માં દિવસે 24 ટીમોએ ભાગ...

સાંસદ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 માં દિવસે 24 ટીમોએ ભાગ લીધો:– સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 8 માં દિવસે 12 ટીમો અને મીરઝાપર ખાતે પણ 12 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.

આ સાથે તારીખ10/05/2026 નાઆઠમદિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતીક્રિકેટ મેચમાં પ્રથમ મેચરામદેવ ઇલેવન ભુજઅનેમાધવ ઇલેવન ભુજવચ્ચે રમાઇ જેમાં માધવ ઇલેવન ભુજની જીત થઇ હતી. બીજી મેચ ધુરંધર ઇલેવન ભુજઅને Elite ફાઇટર ભુજવચ્ચે રમાઇ જેમાંElite ફાઇટર ભુજ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ધુણઇ ઇલેવનઅને મહાદેવ ઇલેવન ભુજવચ્ચે રમાઇ હતી. જેમાંમહાદેવ ઇલેવનવિજેતા થઇ હતી.ચોથી મેચ નિરોણા ઇલેવનઅનેવંદે માતરમ ઇલેવન સુખપરવચ્ચે રમાઇ જેમાંનિરોણા ઇલેવનની જીત થઇ હતી.પાંચમી મેચ હિંગોરા બ્રધર્સ ઇલેવન અને પાલારા જેલA ઇલેવન વચ્ચે રમાઇ જેમાંહિંગોરા બ્રધર્સ ઇલેવનવિજેતા થઇ હતી. છઠ્ઠી મેચસતાદાદા ઇલેવન સુખપર રોહા અને JR ઇલેવન ગોંડપર વચ્ચે રમાઇ જેમાંJR ઇલેવન ગોંડપરવિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments