Tuesday, May 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સિરામિક ઉદ્યોગ પર ડબલ માર: ગેસ સંકટ બાદ હવે વીજ ધાંધિયા...

મોરબીના સિરામિક ઉદ્યોગ પર ડબલ માર: ગેસ સંકટ બાદ હવે વીજ ધાંધિયા અને કેબલ બ્લાસ્ટથી ઉદ્યોગકારો પરેશાન

મોરબી: સિરામીક હબ મોરબીમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાઈલ યુદ્ધના કારણે ગેસ સપ્લાય ખોરવાતા એક મહિનાથી વધુ સમય માટે ઉદ્યોગો બંધ રહયા બાદ હવે પીજીવીસીએલની લાપરવા નિતિને કારણે સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે વખત કેબલ બ્લાસ્ટ થતા ઉદ્યોગકારો હાલમાં જનરેટર ઉપર ઉદ્યોગ ચલાવી આર્થિક નુકશાન સહન કરી રહ્યા હોવાનો આરોપ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખે લગાવ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજ પટેલના જણાવ્યા મુજબ મોરબીના પીપળી રોડ અને મહેન્દ્રનગર રોડ વિસ્તાર વારંવાર સર્જાતા વીજકાપ અને ફોલ્ટના કારણે ઉદ્યોગકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેવામાં રંગપર જેટકોની 220 KV અને 66 KV લાઇનમાં બ્લાસ્ટ થતાં 12 કલાકથી વધુ સમય પાવર કાપ રહેતા ડીઝલના સહારે ફેક્ટરીઓ ચલાવી હતી. ફોલ્ટ રીપેર થયા બાદ મંગળવારે સવારે ફરીથી કેબલમાં બ્લાસ્ટ થતાં ઉદ્યોગો સંપૂર્ણ બંધ કરવાની નોબત આવી છે. હાલમાં માંડલ રોડ અને જેતપર રોડના અનેક એકમો બંધ છે. બીજીતરફ ડીઝલની પણ અછત હોવાનું જણાવી તેમને પીજીવીસીએલની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યા હતા.

પીજીવીસીએલને 30 ટકા રેવન્યુ સિરામિક એકમો કમાઈ આપે છે

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પીજીવીસીએલ માટે કમાઉ દીકરો છે.એસોશિએશન પ્રમુખના જણાવ્યા મુજબ પીજીવીસીએલની કુલ આવકમાં 30% થી વધુનો હિસ્સો છે. અહીં દરેક એકમોમાં એચટી કનેક્શન હોવા છતાં, દિવસમાં 2 થી 4 વખત પાવર જવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે.સાથે જ તેમને આરોપ લગાવ્યો હતો કે, મોરબી સ્થાનિક કક્ષાએ તેમજ રાજકોટ એમડી અને છેક ગાંધીનગર મંત્રી કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

એક મિનિટના પાવરકાપથી લાખોનું નુકશાન

પ્રમુખ મનોજ પટેલે ઉનેર્યું હતું કે, સિરામિક ઉદ્યોગ સતત પ્રોડક્શન ધરાવતો ઉદ્યોગ છે. જેથી માત્ર એક મિનિટના પાવર કાપથી પણ હજારોથી લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. અમુક સમયે 1 થી 5 કલાક સુધી વીજળી ગુલ રહે છે.આ સંજોગોમાં ઉદ્યોગકારોની માંગ છે કે, પીજીવીસીએલ ગંભીરતા દાખવી ચોમાસા પહેલાની પ્રી-મોનસૂન કામગીરી યોગ્ય રીતે અને સમયસર કરે જેથી નાના ફોલ્ટના કારણે આખા ફીડર બંધ કરવા પડતા હોય તેવી ખામીઓ કાયમી ધોરણે દૂર થાય.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments