મોરબી : સોમનાથ પ્રભાસ ક્ષેત્ર ખાતે તાજેતરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની બે દિવસીય પ્રદેશ કાર્યકર્તા ઘડતર શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 10 અને 11 મે 2026 ના રોજ યોજાયેલી આ શિબિરમાં ગુજરાતના 17 જિલ્લાઓમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર) ની નિમણુંક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. રાજપૂત સમાજના અગ્રણીઓએ પણ મહેન્દ્રસિંહ ઝાલાની આ વરણીને વધાવી લીધી છે અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી છે.











