Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાની નવી પહેલ : હવે ઓનલાઈન મળશે પુસ્તકાલય સભ્યપદ

મોરબી મહાનગરપાલિકાની નવી પહેલ : હવે ઓનલાઈન મળશે પુસ્તકાલય સભ્યપદ

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય અને કેસરબાગ પુસ્તકાલયમાં વાચકોની સુવિધા માટે હવે ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી સભ્યપદ મેળવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને સરળ અને ઝડપી રીતે પુસ્તકાલયની સેવાઓ સાથે જોડવાનો છે.

પુસ્તકાલયમાં ઉપલબ્ધ નવા મેગેઝિનો

મહાનગરપાલિકા દ્વારા આ ત્રણેય પુસ્તકાલયોમાં વાચકમિત્રો માટે વિવિધ લોકપ્રિય મેગેઝિન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ ઈન્ડિયા, બિઝનેસ ટુડે, હેપ્પીએસ્ટ હેલ્થ, રીડર્સ ડાયજેસ્ટ, વર્લ્ડ ઈન બોક્સ, ચંપક, અખંડ આનંદ, સરસ સલિલ, ગૃહ શોભા, ટેલ મી વાઈ, મેરી સહેલી, વનિતા, યોજના, સાઇબર સફર, પ્રતિયોગિતા દર્પણ અને અભિયાનનો સમાવેશ થાય છે. આ મેગેઝિન અને પુસ્તકો દ્વારા વાચકોને બિઝનેસ, આરોગ્ય, જનરલ નોલેજ, બાળ સાહિત્ય, ટેક્નોલોજી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી માહિતી પ્રાપ્ત થશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા પુસ્તકાલય સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે આ ઓનલાઈન સુવિધા શરૂ કરાઈ છે. નાગરિકોએ erp.mmcgujarat.in/account/citizenlogin લિંક પર જઈને અથવા QR કોડ સ્કેન કરીને સીટીઝન લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ “લાયબ્રેરી રજીસ્ટ્રેશન ફોર્મ” વિકલ્પ પસંદ કરતા સભ્યપદ માટેનું ઓનલાઈન ફોર્મ ખુલશે. અરજદારે પોતાની તમામ વિગતો સંપૂર્ણ રીતે ભરવી તેમજ આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવો ફરજિયાત રહેશે. સભ્યપદ મેળવવા માટે 100 રૂપિયા ડિપોઝિટ તથા 30 રૂપિયા વાર્ષિક લવાજમ એમ કુલ 130 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ દ્વારા જમા કરાવવાના રહેશે. મોરબી શહેરના તમામ નાગરિકોને પુસ્તકાલયના સભ્ય બની આ સુવિધાનો લાભ લેવા અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments