Sunday, May 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપીએમ મોદીની અપીલથી પ્રેરાઈ વિનોદભાઈ ડાભીનો સંકલ્પ: ‘સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં...

પીએમ મોદીની અપીલથી પ્રેરાઈ વિનોદભાઈ ડાભીનો સંકલ્પ: ‘સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ

મોરબી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દેશહિત માટેની અપીલથી પ્રભાવિત થઈને મોરબી જિલ્લાના અગ્રણીઓએ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું છે. મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના અગ્રણી નેતા વિનોદભાઈ નાથાભાઈ ડાભીએ આજે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશહિતને ધ્યાનમાં રાખીને દેશની જનતાને પેટ્રોલ અને ડીઝલનો ખૂબ જ સૂઝબૂઝ પૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે ખાસ વિનંતી કરી છે. પીએમ મોદીની આ અપીલને શિરોધાર્ય ગણીને વિનોદભાઈ ડાભીએ જણાવ્યું છે કે, “માનનીય વડાપ્રધાનની વાતથી પ્રભાવિત થઈને હું જાહેર કરું છું કે, જ્યાં સુધી આપણો દેશ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવે અને સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય (Stable) નહીં થાય, ત્યાં સુધી મેં પોતે ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘરેથી જ કામ) કરવાનો નિયમ બનાવ્યો છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી અનિવાર્ય જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારનું ટ્રાવેલિંગ (મુસાફરી) નહીં કરે. દેશની ઉર્જા બચત અને આર્થિક સ્થિતિને મજબૂત કરવાના આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપતા તેમણે કહ્યું કે, રાષ્ટ્રના વિકાસ અને સુરક્ષામાં આ તેમનું એક નાનું પણ નિષ્ઠાપૂર્વકનું યોગદાન છે. મોરબીના એક જવાબદાર નાગરિક અને નેતા તરીકે તેમનો આ નિર્ણય હાલ સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા પામી રહ્યો છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments