મોરબી : આજરોજ લાલપર 50 ખાતે આવેલી બંને આંગણવાડીઓ દ્વારા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ‘બાલક પાલક કાર્યક્રમ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષના ભૂલકાઓ તેમજ બહોળી સંખ્યામાં તેમના વાલીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત 6 માસના એક બાળકનું અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો માટે બાળ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સૌની હાજરીમાં કેક કાપવામાં આવી હતી અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા અને બાળકોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, સરપંચ રમેશભાઈ, તલાટી મંત્રી મેહુલભાઈ, મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન પરમાર, ડિસ્ટ્રિક્ટ પી.એ.સી. રમેશભાઈ, બ્લોક પી.એ.સી. શીતલબેન ભાલોજીયા તેમજ આંગણવાડી વર્કર તેજલબેન અને હેતલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.











