મોરબી મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા ૫૦ પેઢીની કાર્યવહી હાથ ધરાઈ
મોરબી શહેર ના નાગરિકો સાથે આરોગ્ય નાં ચેડા કર્તા ખાદ્યપદાર્થ ના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતી મોરબી મહાનગર પાલિકા ની ફૂડ શાખા.
તાજેતર માં ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેર ના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ ૫૦ એકમો માં સઘન ચેકીગ હાથ ધરવા માં આવ્યું હતું. આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૫ ખાદ્યપદાર્થ નાં વેપારી ને નોટીસ ફટકારવા માં આવી. તેમજ વાસી ખોરાક અને અખાદ્ય ખોરાક નો સ્થળ પર જ નાશ કરાયો
(૧) રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝ માંથી વાસી કેક નો નાશ કરાયો અને ધ ઘૂઘરા હાઉસ માંથી એક્ષ્પારી તારીખ નાખેલ ન હોઈ તેવા ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો તેમજ ફૂડ કલર સ્થળ પર જ નાશ કરાયો.
(૨) શનાળા રોડ પર આવેલા spicy hut ,શુભ રેસ્ટોરન્ટ માં તપાસ હાથ ધરી તેમજ માધવ હોટેલ માંથી વાસી મન્ચુરિયન, ગ્રેવિ, વાસી શાક નો નાશ કરાયો.
(3) માધવ દાબેલી, અન્નપુર્ણા નાસ્તા ,પોપસ્ટિક વોફલ ,પટેલ તાવો તેમજ શ્રી રામ ઘૂઘરા માંથી આશરે ૧૦ કિલો છાપેલ ન્યુજ પેપર નો નાશ કરાયો.












