Thursday, June 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા લેન્ડ ગ્રેબિંગ ગુનામાં નાસતો આરોપી વાંકાનેરથી પકડાયો

ટંકારા લેન્ડ ગ્રેબિંગ ગુનામાં નાસતો આરોપી વાંકાનેરથી પકડાયો

ટંકારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 0466/25 (ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4(1), (3), 5(ગ) મુજબ) હેઠળના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી ( ઉ.વ. 29, મૂળ રહે. જીવાપર શેરી, ટંકારા, હાલ રહે. ભવાની ચોક, દેવપરા શેરી નં 3, રાજકોટ) હાલ વાંકાનેરના કુંભારપરામાં આરીફભાઈ મોગલના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા એલસીબીએ આરોપીને પકડી પાડ્યો હતો.

આરોપીને આગળની ઘટતી કાયદેસરની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments