Thursday, June 11, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedટંકારામાં પુરુષોત્તમ માસ નિમિત્તે કાન-ગોપી ઉત્સવની ભક્તિમય ઉજવણી કરાઈ

ટંકારામાં પુરુષોત્તમ માસ નિમિત્તે કાન-ગોપી ઉત્સવની ભક્તિમય ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના ટંકારામાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળી રહી છે. ત્યારે ટંકારાના લક્ષ્મીનારાયણ ગોપી મંડળ દ્વારા પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે વિશેષ કાન-ગોપી ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભક્તિમય કાર્યક્રમમાં ગોપી મંડળની બહેનોએ ચણિયાચોળી અને વિવિધ પારંપરિક વસ્ત્રો તેમજ આભૂષણો ધારણ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહેનોએ માથે બેડા મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી હતી. આ ઉત્સવમાં નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રીકૃષ્ણ (કાનૂડા) ના બાળ સ્વરૂપના સુંદર પહેરવેશમાં શણગારવામાં આવ્યા હતા.

રાસ-ગરબા બાદ ગોપી મંડળની તમામ બહેનોએ એકસાથે વર્તુળાકાર ઉભા રહીને થાળ સજાવી ભગવાનની ભક્તિભાવ પૂર્વક સમૂહ આરતી ઉતારી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ભક્તિમય વાતાવરણમાં ભગવાનની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments